કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) અને સાર્વજનિક ભવિષ્ય ફંડ (PPF) સહિત નાની બચત યોજાઓનાં વ્યાજ દર ઓક્ટોબર-ડિસેમ્બર ત્રીમાસીક માટે 0.4 ટકા વધાર્યા છે. લધુ બચત યોજનાઓ માટે વ્યાજ દરને ત્રિમાસીક આધારે સંશોધિત કરવામાં આવે છે. નાણાપ્રધાને જાહેર અધિસૂચનામાં જણાવ્યું કે, નાણાકિય વર્ષ 2018-19ની ત્રીજી ત્રિમાસીક માટે વિભિન્ન લઘુ બચત યોજનાઓની વ્યાજદર સંશોધિત કરવામાં આવે છે.
પાંચ વર્ષની સાવધિ જમા, આવર્તી જમા અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાની વ્યાજની રકમમાં ક્રમમશ: 7.8 ટકા, 7.3 ટકા અને 8.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે બચત જમા માટે વ્યજ દર ચાર ટકા જ છે તેમાં કોઇ જ બદલાવ કરવામાં આવ્યો નથી.