ગરીબોના ઘરની દિવાલો પરથી મોદી અને શિવરાજના ફોટાવાળી ટાઇલ્સો હટાવો

997

મધ્યપ્રદેશ હાઇકોર્ટે ભાજપ સરકારને ચૂંટણી પહેલાજ ઝટકો આપ્યો છે. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ઁસ્છરૂ) અંતર્ગત બનેલા દરેક ઘરમાં પીએમ મોદી અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ફોટા વાળી ટાઇલ્સ લગાવવામાં આવી છે. આવાસોમા લગાવેલી આ ટાઇલ્સને લઇને વિવાદ થયો છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે, આ ટાઇલ્સને હટાવી લો.

મધ્યપ્રદેશ હાઇકોર્ટની ગ્વાલિયર બેન્ચે આદેશ આપતા કહ્યં કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા આવાસોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણની ફોટાવાળી ટાઇલ્સ ૨૦ ડિસેમ્બર સુધી હટાવી લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં ૨.૮૬ લાખ ઘરોનુ નિર્માણ પ્રસ્તાવિત છે. આ માટે કેન્દ્ર ૫૦૦૦ કરોડ રૂપિયાની મદદ આપી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જન આશીર્વાદ યાત્રા કાઢી રહ્યાં છે. વિધાનસભા ચૂંટણી બાદ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં છે.

માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા આવાસોમાં લાગેલી પીએમ મોદી અને સીએમ શિવરાજ સિંહ ચૌહાણની તસવીરો દ્વારા મતદારો પણ પ્રભાવિત થઇ શકે છે. આ કારણે આ તસવીરોવાળી ટાઇલ્સને હટાવવાનો કોર્ટે દ્વારા આદેશ કરવામાં આવી રહ્યો છે.

Previous articleમોદી સરકારે PPF, NSC અને નાની બચત યોજનાનાં વ્યાજ દર વધાર્યા
Next articleશાહ-નીતિશકુમાર વચ્ચે સીટો મુદ્દે બેઠક યોજાઈ,દશેરા બાદ જાહેરાતની સંભાવના