સમાજવાદી પાર્ટી માટે માથાનો દુખાવો બનેલા અમરસિંહે સપા અધ્યક્ષ પર સણસણતા આરોપ લગાવ્યો છે. અમરસિંહે કહ્યુ કે, અખિલેશ યાદવે પોતાના તમામ સંબંધી સાથે ઠગાઈ કરી છે. પોતાના પિતાનું અપમાન કરનાર વ્યક્તિનું જનમાનસમાં કોઈ સ્થાન હોતુ નથી. અમરસિંહે અખિલેશ યાદવ પર સમાજવાદી પાર્ટીમાં તુષ્ટીકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો છે. અમરસિંહે કહ્યુ કે, સમાજવાદી પાર્ટીમાં જ્યાં સુધી રામગોપાલ જેલા ખલનાયક રહેશે ત્યા સુધીમાં સમાજવાદી પાર્ટીમાં વિઘટન થવાનું છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અમારા પરિવાર વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરે છે. જેની સામે કાર્યવાહી કરવાની માગ અમરસિંહે કરી છે.