સરદાર જયંતિ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા આજે રન ફોર યુનિટી

856
bhav31102017-1.jpg

ભાજપ યુવા મોરચા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાશે. જેમાં ભાવેણાના ૧૦૦૦થી વધુ યુવાનો સરદારના એકતાના સંદેશ સાથે મતદાન જાગૃતિ અભિયાન અંગેનો સંદેશો ફેલાવશે.
આ અંગેની માહિતી આપતા યુવા મોરચાના કુલદિપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે દેશના પ૬પથી વધુ રજવાડાઓને એકત્રિત કરી ભારત માતાના ચરણે ધરી દેશની એકતા અને અખંડિતતા માટે મહત્વની ભુમિકા ભજવનાર સરદારની જન્મજયંતિ પણ સરદારને શ્રધ્ધાંજલી આપવા માટે યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના યુવા મોરચાના કાર્યકર્તાઓ, સ્વૈચ્છિક અને સામાજીક સંસ્થાઓના યુવાનો, એન.જી.ઓ. સંસ્થાના યુવાનો, શાળા-કોલેજોના ૧૦૦૦થી વધુ યુવાનો સ્વયંભુ જોડાશે. સરદાર પટેલના એકતાના સંદેશ સાથે લોકશાહીના સૌથી મોટા પર્વ એવા મતદાન જાગૃતિ અભિયાન અંગેનો સંદેશ ફેલાવશે. આ રન ફોર યુનિટી કાળીયાબીડ ખાતે ડો.ઉપેન્દ્રભાઈ દવે સર્કલ, પાણીની ટાંકીથી શરૂ થઈ જ્વેલ્સ સર્કલથી આરટીઓ ખાતે સરદાર પટેલ સર્કલ ખાતે પહોંચશે. જ્યાં સરદારની પ્રતિમાને ફુલહાર કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાનાર તમામ યુવાનોને ટીશર્ટ અને ટોપી આપવામાં આવશે. આ કાર્યક્રમનું પ્રસ્થાન જીતુભાઈ વાઘાણી કરાવશે તેમ આજે પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.

Previous article ગોહિલવાડમાં આજે તુલસી વિવાહની થશે ઉજવણી
Next articleપાટનગરમાં રાજપૂત મહિલાઓ દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ