૧૬૨ રનના લક્ષ્યાંકને પાર કરીને ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે ૮ વિકેટથી વિજય મેળ્યો. પહેલાં બોલિંગ અને પછી બેટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતીય ટીમે આ મહામુકાબલા ઐતિહાસિક જીત મેળવી. આ સાથે જ સુકાની રોહિત શર્માએ અમુક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ ૩૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૫૨ રનની ઇનિંગ રમી. આ સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેના નામે ૨૯૪ સિક્સ નોંધાઇ છે. ઉપરાંત તે ઝડપી ૧૦૦ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોમાં ત્રીજ નંબરે પહોંચી ગયો છે.
વનડેમાં સૌથી ઝડપી ૧૦૦ છગ્ગા ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા ત્રીજા ક્રમે છે. પહેલા નંબર પર શાહિદ આફ્રિદી છે. તેણે વનડેમાં દર ૨૬ બોલ બાદ સિક્સ ફટકારી છે. બીજા નંબર પર બ્રેંડન મેક્કુલમ છે, જે ૨૭ બોલ બાદ સિક્સ ફટકારે છે. ત્રીજા નંબર પર રોહિત શર્મા આવે છે. રોહિત શર્મા દર ૩૫ બોલ બાદ સિક્સ ફટકારે છે.
આ સાથે જ તે વિશ્વનો સૌથી વધુ એવરેજ ધરાવતો ઓપનિંગ બેટ્સમેન છે. વિશ્વના એવા ઓપનિંગ બેટ્સમેન જેણે ઓછામાં ઓછી ૫૦ ઇનિંગ રમી છે, તેવા બેટ્સમેનની રેસમાં રોહિત શર્મા સૌથી આગળ છે. આ લિસ્ટમાં રોહિત શર્મા(૫૪.૩૯) બાદ હાશિમ અમલા(૫૦.૧૦), સચિન તેંડુલકર(૪૮.૨૯), શિખર ધવન(૪૬.૬૮), બ્રાયન લારા(૪૬.૦૮)નો નંબર આવે છે.