ઝારખંડના સ્પિનર શાહબાઝ નદીમે ગુરુવારે વિજય હઝારે ટ્રોફીમાં રાજસ્થાન સામે ૧૦ રનમાં ૮ વિકેટ ઝડપીને પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલિંગના બે દાયકા જૂના વિશ્વ રેકોર્ડને તોડ્યો હતો. ડાબોડી બોલર નદીમ જે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમમાં સામેલ થવા પ્રયત્નો કરી રહ્યો છે. તેણે રાજસ્થાનના બેટ્સમેનોને ઘૂંટળીયા ટેકવવા મજબૂ કરી દીધા હતા. રાજસ્થાન ૨૮.૩ ઓવરોમાં ૭૩ રનમાં ઓલઆઉટ થયું હતું, જેમાં નદીમનો જાદુઈ સ્પેલ ૧૦-૪-૧૦-૮ રહ્યો હતો.
આ અગાઉનો શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ ડાબોડી સ્પિનર રાહુલ સંઘવીના નામે હતો, જેણે ૧૯૯૭-૯૮માં રમાયેલી મેચમાં હિમાચલ સામે ૧૫ રનમાં ૮ વિકેટ ઝડપી હતી. રાહુલ સંઘવી ઓસ્ટ્રેલિયા સામે ફક્ત એક જ ટેસ્ટ મેચમાં જોવા મળ્યો હતો.
૨૯ વર્ષીય નદીમે ૯૯ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે ૨૯.૭૪ પર ૩૭૫ વિકેટ લીધી છે. તેણે ૨૯.૭૪ની ઈકોનોમી રેટ સાથે ૩૭૫ વિકેટો ઝડપી છે અને ૧૦૯ ્૨૦ મેચમાં ૮૯ વિકેટ ઝડપી છે. તે ચાર દિવસની રણજી ટ્રોફી સહિતના તમામ ફોર્મેટ્સમાં ઝારખંડ તરફ રમતો આવ્યો છે. નદીમ તાજેતરમાં ઈંગ્લેન્ડમાં રમાયેલી એ ટીમની મેચ તેમજ ઓસ્ટ્રેલિયા એ સામેની હોમ સીરિઝમાં પણ ટીમનો હિસ્સો રહ્યો હતો.
શાહબાઝ નદીમે ગુરુવારે વિજય હઝારે ટ્રોફીમાં રાજસ્થાન સામે ૧૦ રનમાં ૮ વિકેટ ઝડપીને પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલિંગના બે દાયકા જૂના વિશ્વ રેકોર્ડને તોડ્યો હતો.