શાર્દૂલ,અક્ષર પટેલ એશિયા કપમાંથી બહાર  સિદ્ધાર્થ કૌલ,રવિન્દ્ર જાડેજાનો સમાવેશ

1753

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇજાને કારણે એશિયા કપમાંથી બહાર થયા બાદ ટીમ ઇન્ડિયાને વધુ એક ફટકો પડ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને સ્પિનર અક્ષર પટેલ પણ ઇજાને કારણે એશિયા કપ ૨૦૧૮માંથી બહાર થઇ ગયા છે. શાર્દુલ ઠાકુરના સ્થાને સિદ્ધાર્થ કૌલ અને અક્ષર પટેલના સ્થાને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, શાર્દુલ ઠાકુરને જાંધમાં ઇજા પહોંચી હતી. જ્યારે અક્ષર પટેલ અંગૂઠાની ઇજાને કારણે પરેશાન છે.

શાર્દુલ ઠાકુર એશિયા કપની પ્રથમ મેચમાં હોંગકોંગ સામે રમ્યો હતો. જેમાં તેણે ૪૧ રન આપ્યા હતા પરંતુ એક પણ વિકેટ લઇ શક્યો નહોતો. અક્ષર પટેલને આ ટુનામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. રવિન્દ્ર જાડેજા ઘણા સમયથી ટેસ્ટમાં જ રમી રહ્યો છે. જાડેજાએ અંતિમ વન-ડે મેચ વર્ષ ૨૦૧૭માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી.

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને સ્પિનર અક્ષર પટેલ પણ ઇજાને કારણે એશિયા કપ ૨૦૧૮માંથી બહાર થઇ ગયા છે.

 

Previous articleવિજય હઝારે ટ્રોફી : નદીમે ૧૦ રનમાં આઠ વિકેટ ઝડપી બે દાયકા જૂનો રેકોર્ડ તોડ્યો
Next articleગરબા સ્થળે મહિલા આયોગની રહેશે બાજ નજર, હેલ્પલાઈન પર ફરિયાદ કરી શકાશે