મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે અંબાજી સેવાકેન્દ્રની મુલાકાત લીધી

1045

ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા અંબાજી ખાતે જઇ રહેલા પદયાત્રીઓની સેવા માટે ચ-૩ લાયન્સ ગ્રાઉન્ડ ખાતે સેવાકેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે આ સેવા કેન્દ્રમાં પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, બે સમય મહાપ્રસાદ, ફુડ પેકેટ,૧૦૦ બેડનો આરામ ગૃહ, ન્હાવાની વ્યવસ્થા, મેડીકલ ટીમની વ્યવસ્થા સતત ૨૪ કલાક માટે કરવામાં આવી છે.

સેવા કેન્દ્રનો લાભ ગાંધીનગરમાંથી પસાર થતા મા અંબાના ભક્તો ખુબ મોટી સંખ્યામાં લઇ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમની ધર્મપત્ની અંજલીબેને આ સેવા કેન્દ્રની મુલાકાત લઇ મા અંબાની આરતી કરી અને આશિર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ સેવા કેન્દ્રમાં ઉપસ્થિત પદયાત્રીઓ સાથે વાતચીત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

Previous articleગરબા સ્થળે મહિલા આયોગની રહેશે બાજ નજર, હેલ્પલાઈન પર ફરિયાદ કરી શકાશે
Next articleગાંધીનગરથી સી.એમ.-ડે.સી.એમ. ના હસ્તે પ૦ વોલ્વો બસનું લોકાર્પણ