પેટ્રોલની કિંમતમાં ફરીવાર વધારો : ડીઝલમાં વૃદ્ધિ નહીં

865

પેટ્રોલની કિંમતમાં આજે ફરી એકવાર વધારો કરવામા ંઆવ્યો હતો. જો કે ડીઝલની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. દેશની ઓઇલ કંપનીઓએ આજે ગુરૂવારના દિવસે પેટ્રોલની કિંમતમાં છ પૈસાનો વધારો કર્યો હતો. જો કે ડીઝલની કિંમત યથાવત રાખવામાં આવી છે. પાટનગર દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત છ પૈસા વધીને ૮૨.૨૨ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. પેટ્રોલની કિંમત દિલ્હીમાં બુધવારના દિવસે ૮૨.૧૬ રૂપિયા હતી. જ્યારે ડીઝલની કિંમત ૭૩.૮૭ ઉપર આજે સ્થિર રહી હતી. મુંબઇમાં પેટ્રોલની કિંમત ૯૦ રૂપિયાની નજીક પહોંચીને હવે ૮૯.૬૦ સુધી થઇ ગઇ છે. જ્યારે ડીઝલના ભાવ ૭૮.૪૨ રહ્યા છે. કોલકત્તામાં પેટ્રોલની કિંમત છ પૈસા વધીને ૮૪.૦૭ થયો છે.

જ્યારે ડીઢલની કિંમત ૭૫.૭૨ રૂપિયા રહી છે. જ્યારે ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત ગુરૂવારના દિવસે ૮૫.૪૬ રૂપિયા રહી હતી. આવી જ રીતે ડીઝલની કિંમત ૭૮.૧૦ રૂપિયા રહી હતી.  ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. પેટ્રોલની કિંમતો છેલ્લા એક મહિનાના ગાળામાં છ ટકાથી પણ વધુ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડિઝલની કિંમતમાં પણ આઠ ટકાનો વધારો થઇ ચુક્યો છે. તેલ કંપનીઓએ પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતા ૨૬મી ઓગસ્ટથી ૧૮મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કર્યો છેે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડો કરી ચુક્યા છે. જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે. એમ માનવામાં આવે છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે.જોકે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જેથી એવી અટકળો ચાલી રહી છે કે ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકાર તેલની કિંમતો ઉપર અંકુશ મુકી શકે છે. અલબત્ત ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળે પહેલાથી જ પેટ્રોલ-ડિઝલની કિંમત પર વેટમાં ઘટાડો કર્યો છે. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. ભાવ વધારા સામેના વિરોધમાં ગયા સોમવારે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી.પેટ્‌ોલ અને ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે હાલમાં સરકારની વ્યાપક ટિકા થઇ રહી છે. મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ છે. આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજોની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આના કારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. આગામી દિવસોમાં પણ મોંઘવારીના કારણે સામાન્ય લોકોને પરેશાન રહેવાની ફરજ પડી શકે છે. કારણ ે ક્રુડની કિંમત તો હાલમાં વધી રહી છે.

Previous articleગાંધીનગરથી સી.એમ.-ડે.સી.એમ. ના હસ્તે પ૦ વોલ્વો બસનું લોકાર્પણ
Next articleવડાપ્રધાને ધૌલા કુંવાથી દ્વારકા સુધીની યાત્રા દિલ્હી મેટ્રોમાં કરી