દેશી દારુ તેમજ બે વાહનો કબ્જે કરતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ

1209
gandhi1112017-5.jpg

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ગાંધીનગર જિલ્લા પ્રોહીબીશન લીસ્ટેડ બુટલેગરોને ત્યાં રેડ કરી કબ્જા તથા હેરાફેરીના કેસો કરવા સારુ જિલ્લા પોલીસ અધિક્ષકે આપેલ સુચના મુજબ ક્રાઈમબ્રાન્ચના એએસઆઈ હજારીસિંહ ઘીમાસિંહ. અ.હે.કો. હરીભાઈ ડુંગરભાઈ, સુરેશકુમાર છાજુરામ, અ.પો.કો. ભૌમિકકુમાર કરણસિંહ તથા હરેન્દ્રસિંહ નટુભાની ટીમે ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારના નભોઈ ગામે સાબરમતિ નદીની કોતરોમાં રેડ કી આરોપી વિનોદજી મંગાજી ઠાકોર, રહે. નભોઈ, ગાંધીનગરનો ૬૦૦ લીટર વોશ પકડી તેનો નાશ કરેલ. ત્યારબાદ નવા કોબા ખાતે દંતાણીવાસમાં જઈ ત્યાંથી પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઉષાબેન મફાભાઈ દંતાણી, રહે. દંતાણીવાસ, નવાકોનાને ત્યાં રેડ કરી ૦૯ લીટર દેશી દારૂ પકડી પાડેલ. 
ઉપરોકત ટીમે પ્રોહીબીશન વોચ દરમ્યાન માણસા પો.સ્ટે. ની હદમાં આવેલ અંબોડ ગામના પાટીયા પાસેથી મોટર સાયકલ નં. જીજે-૧૮-સીઆર-૩ર૬૪ ઉપર ર૦ લીટર દેશી દારૂ લઈ હેરાફેરી કરતાં આરોપી ચંદનકુમાર અરજણજી ઠાકોર, રહે. માણસાને પકડી તેના વિરૂધ્ધ કાયદેશર કાર્યવાહી કરેલ. 
આ દરમ્યાન દંતાલી ગામે રેલ્વે અંડર બ્રીજ નીચેથી વોચ દરમ્યાને એક ઈસમ રોહીત માધુસિંહ રાઠોડ, રહે. કાળીગામ, સિમેન્ટ ફેકટરી, જુના રાણીપ અમદાવાદ વાળાને એકટીવા નં. જીજે-૧-જેએકસ-૯૩૮પ માં દેશી દારૂ ૮૧ લીટર લઈ હેરાફેરી કરતાં પકડી પાડેલ તેવું ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનગર ના પોલીસ ઈન્સ્પેકટર જે. ડી. પુરોહીતે જણાવ્યું હતું.

Previous articleપાટનગરમાં રાજપૂત મહિલાઓ દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ
Next article જુદા જુદા ગુનાનો રીઢો આરોપી ઝડપાયો