ગાંધીનગરમાં જુદા જુદા ગુનાના આરોપી અજય છારાને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. ક્રાઈમ બ્રાન્ચે ભૂતકાળમાં જુદા જુદા ગુનાના આરોપીઓને પકડવા માટેની ડ્રાઈવ દરમિયાન ઈન્સ્પેકટર વી. એમ. ઝાલા તથા કોન્સ્ટેબલો કાર્યરત હતા તે સમયે પ્રોહીબીશન, ઘરફોટ ચોરી, બેગ લીફટીંગ, લૂંટ ચોરી જેવા ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી અજય અશોકકુમાર છારાને ઝડપી લીધો હતો. અજય છારા ૧૦પ, થ્રી કોલોની, સરદાર નગર, કુબેરનગર, અમદાવાદ ખાતે રહે છે અને જુદા જુદા ગુના હેઠળ નાસતો ફરતો હતો.
આ ગુનેગાર સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયેલ છે. ૧૭ ફેબ્રુઆરીના રોજ છોટા હાથી જીજે-૧-બીઝેડ-પર૪૮ માંથી ગેરકાયદેસર ઈગ્લીસ દારૂ જેની કિં. રૂ. પ.૬૬ લાખ જેટલી હતી તેના ગુનાના સહઆરોપી તરીકે અજય નાસતો ફરતો હતો.
આ ઉપરાંત અમદાવાદ શહેરના નવરંગપુરા, મણીનગર, વસ્ત્રાપુર, કાગડાપીઠ, સરદારનગર, નરોડા, સરખેજ, દાણી લીમડા પોલીસ સ્ટેશનોમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ જેવા કે ચોરી, લૂંટ, બેગ લીફટીંગ, ઘરફોડ ચોરી વિગેરે ગુન્હાઓમાં સંડોવાયેલ હોઈ, તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડભોડા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.