કશાનો અસ્ત થાય તે આપણને ગમતી બાબત નથી, પરંતુ સુર્યનો અસ્ત થાય ત્યારે સર્જાતી આકાશી રંગોળી અને આપણી નજરના સંજોગો ખૂબ ગમી જાય છે, ઘણીવાર ત્યાં દ્રષ્ટિ ચોંટી જ જાય છે. આંબલા ગામની સીમના શેઢેથી ખેંચાયેલી આ તસવીરમાં ખેતર-વાડીમાં ઉભેલી બાજરીના પાન-પત્તા પણ સુરજદાદાને બાથમાં લઈ વિદાય આપી ફરી પાછા કાલે આવી જજો એમ જણાવી ચૂમી લેતા હોય તેવું લાગે છે..! આવા તો કેટ-કેટલાયે દ્રશ્યો સુર્યાસ્ત વેળાએ માણવા મળે છે, જોઈ શકીએ અને માણી શકીએ તો..!