સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આરાધના વિદ્યાવર્તુળ દ્વારા વેશભુષા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક બાળકો અલગ-અલગ પાત્રની ભુમિકા ભજવી હતી. પ્રાચીન સમયના પાત્રો જેવા કે શ્રવણ, સીતા, શિવજી, રાણી લક્ષ્મીબાઈ, રાજા જેવા સુંદર પાત્રોની ભજવણી કરી હતી. આ રીતે અલગ-અલગ અદ્દભૂત અનેક પાત્રો બની બાળકો આવ્યા હતા. વિશાળ સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહીને નિહાળ્યા હતા. પ્રથમ, દ્વિતિય, તૃતિય નંબરની કૃતિને પ્રોત્સાહન સ્વરૂપે ઈનામ આપવામાં આવ્યા હતા.