ઘોઘા ગામને ચોખ્ખુ ચણક રાખવા તથા જાહેર સ્વચ્છતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે ઘોઘા વેપારી એસોસીએશન તથા ટીડીઓ વચ્ચે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીડીઓ વિજય સોનગરાએ વેપારીઓને કચરા તથા જાહેર સ્વચ્છતા અંગે સભાનતા કેળવવા તાકીદ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં વેપારીઓએ સહકારની ખાતરી પણ આપી હતી.