વિદેશી દારૂની હેરાફેરીમાં નાસતો આરોપી પકડાયો

825
gandhi1112017-4.jpg

ગાંધીનગર જિલ્લામાં બહારના રાજયમાંથી લાવવામાં આવતા ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો તથા નોધાયેલ ગુન્હાઓમાં નહી પકડાયેલા ઈસમોને શોધી કાઢવા મળેલ સૂચનાના આધારે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચના માણસોએ ચિલોડા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૧ર૧/૧૭ પ્રોહી કલમ, ૬પએઈ, ૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮(ર) મુજબના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપી વિશાલ વિનોદચંદ્ર ભાવસાર, રહે. જી.૧૦ર, લક્ષ્મીવીલા સોસાયટી, વિભાગ -૧, હરીદર્શન ચાર રસ્તા પાસે નરોડા, અમદાવાદને ચિલોડા ચાર રસ્તા ખાતે આવેલ નાઈટ કવીન હોટલ પાસેથી પકડી લઈ સીઆરપીસી મુજબ અટક કરી સદરીની પુછપરછ તપાસ કરવા ચિલોડા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

Previous article ભાજપમાં ભડકો : દિયોદરના પૂર્વ ભાજપ ધારાસભ્ય અનિલ માળીએ કોંગ્રેસનો પંજો પકડ્યો
Next article ટેકાનાં ખરીદ કેન્દ્રો પર સવા કરોડની મગફળી ઠલવાઇ