બરવાળા ખાતે વિજ્ઞાન ગણીત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

1031

બરવાળા મુકામે બ્રાંચ કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનું ગણીત,વિજ્ઞાન તેમજ પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પી.ડી.વાઘેલા, હરેશભાઈ ચાવડા કલ્પેશભાઈ મોરી, નિલેશભાઈ કણઝરીયા, કરણસિંહ રાઓલ, પંકજભાઈ મુંધવા સહિતના બરવાળા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય,શિક્ષકગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાયા હતા.

જી.સી.આર.ટી.ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર પ્રેરિત તેમજ પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ અને બી.આર.સી.ભવન બરવાળાના સંયુકત ઉપક્રમે બરવાળા મુકાતે બ્રાંચ કન્યા શાળા ખાતે ગણીત,વિજ્ઞાન અને પર્યાવરણ વિષયો ઉપર પ્રદર્શન કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત શિક્ષકગણના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. બરવાળા તાલુકાની ૩૧ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ ધ્વારા નહેર પર સોલાર પંપ બનાવી વિજળી બચત, ગણીતનું જાદુગર, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની પધ્ધતિ, સ્વચ્છ થાળી સ્વચ્છ હાથ જેવા જુદા-જુદા વિષયો ઉપર કૃતિઓનુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.તાલુકાની શાળાઓમાંથી વિવિધ વિભાગમાં કલસ્ટર કક્ષાએ વિજેતા થયેલી રપ કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ જેમાં ભાગ લેનાર રપ કૃતિના પ૦ વિદ્યાર્થીઓને શિલ્ડ,પ્રમાણપત્ર તેમજ શિક્ષકકીટ આપી સન્માનવામાં આવ્યા હતા.આ પ્રદર્શનને નિહાળવા માટે સરકારી,ખાનગી શાળાના શિક્ષકો તેમજ બરવાળા શહેર અને તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ પ્રદર્શન કાર્યક્રમની કૃતિઓના નિર્ણાયક તરીકે હીનાબેન પટેલ, નીલમબેન પરમાર,  ધ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Previous articleભાવનગરના ફોટોગ્રાફર પ્રિયબા જાડેજા સીમલા ફોટોગ્રાફી પ્રદર્શનમાં ભાગ લેશે
Next articleબેલુર વિદ્યાલયના બાળકો યુવા ઉત્સવમાં ઝળકયા