ભાવનગર જિલ્લાના જિલ્લાકક્ષાના યુવા ઉત્સવમાં જીલ્લાના તમામ તાલુકાઓમાંથી વિવિધ સ્પર્ધામાંબ હોળી સંખ્યામાં ભાગ લીધેલ. જેમાં મહુવાની ખ્યાતનામ શાળા બેલુર વિદ્યાલય મહુવા તાલુકા કક્ષાએ ટોપ રહેલ. જે બાળકો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જતા જેમાં જિલ્લા કક્ષાએ પણ બેલુર વિદ્યાલય શ્રેષ્ઠ સાબિત થઈ. જેમ કે જિલ્લા કક્ષાએ વકૃત્વ સ્પર્ધામાં મહેતા જહાન્વી પ્રથમ રહેલ. નિબંધ સ્પર્ધામાં દેસાઈ કૃપાલી પ્રથમ રહેલ, શા. કંઠય સંગીતમાં રાજયગુરૂ નંદિની પ્રથમ, લોક વિદ્યમાં કવાડ જયેશ પ્રથમ રહેલ, લોકગીતમાં દ્વિતિય સ્થાન પર લાંગાવદરા સંદિપ, સમુહ ગીત દ્વિતિય સ્થાન પર હાર્મોનિયમમાં ત્રીજા સ્થાન પર ત્રિવેદી વૃંદા, તબલા વાહનમાં દ્વિતિય સ્થાન પર ચિત્રોડા તેજસ રહેલ. આમ, જીલ્લા કક્ષાએ વિવિધ કૃતિઓમાં મહુવાની બેલુર વિદ્યાલય ટોપ પર રહેલ. જીલ્લા કક્ષાએ વિજેતા થનાર બાળકો હવે સમગ્ર ભાવનગર જિલ્લા વતી પ્રદેશ કક્ષાએ સમગ્ર ભાવનગર જિલ્લાનું ગૌરવ પ્રાપ્ત કરશે. પ્રતિનિધિત્વ કરશે.
આ તકે જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા બદલ બેલુર બર્ડઝ, ટ્રેનર શિક્ષકગણ તથા શાળા પરિવારનુે શાળાના એમ.ડી. બી.સી. લાડુમોર સેક્રેટરી પી.એમ.નકુમ ટ્રસ્ટીગણ તથા બેલુર વિદ્યાલય પરિવારે અભિનંદન પાઠવેલ.