વલભીપુર શહેર ખાતે ગણેશજીના ઉત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અનેક વિસ્તારોમાં ગણેશોત્સવ નિમિત્તે ગેણશજીની ભવ્ય મૂર્તિની સ્થાપત્ કરી પુજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે શહેર ખાતે ઠેર-ઠેર ભવ્ય ઉજવણીઓ કરી રહ્યા છે. જેમાં બહુચરાજી શેરી, ભીડભંજન ચોક, પાટીવાડ વીસ્તારના પોસ્ટ ઓફિસ પાસે, મઢની ચોકમાં, ભટ્ટ શેરી ખાતે વગેરે વીસ્તારોમાં ગણેશજીની સ્થાપના કરેલ હતી.
વલભીપુર શહેર ખાતે આવેલ રાંદલમાતાજીના મંદિરે પાસે ગણપતીજીની મૂર્તિની સ્થાપ્તા ચંદ્રજા હનુમાનજી ગૃપ- વલભીપુર દ્વારા કરવામાં આવેલ જેમાં આજરોજ મહાપ્રસાદ રૂપી પ૬ (છપ્પ) ભોગ અર્પણ કરેલ હતાં. જે ચંદ્રજા હનુમાનજી ગૃપના આયોજક જીતુભાઈ નાકરાણી, નિલેષ પરમાર, દર્શન કાંબડ, યોગેશ ડાંગર વગેરે દ્વારા ઉજવણી કરી ભવ્ય આયોજન કરેલ હતું.
વલભીપુર શહેર ખાતે બહુચરાજી શેરી ખાતે વૃષોથી દાદાની મૂર્તિની સ્થાપ્તા કરવામાં આવી રહી છે. જે રોજ રાત્રે વિવિધ મંડળો દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તથા ભટ્ટ શેરી વિસ્તારમાં બાળકેશ્વર મહિલા મંડળ દ્વારા પણ ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરેલ છે.
પાટીવાડા વીસ્તારના પોસ્ટ અફિસ ખાતે વર્ષોથી સ્થાપ્તા કરીર હ્યા છે. જેમાં વિવિધ પ્રદર્શનો પણ મુકેલ હોય જે બાપાને વિદાય આપી હતી અને કોળીયાક ખાતેના દરિયામાં વિસર્જન કરેલ હતું જે બાલા હનુમાન મંડળના મુકેશ પરમાર, અજય ચુડાસમા, મહેશ ગોહેલ, પરેશ મકવાણા વગેરે યુવાનોએ ભવ્ય ઉજવણી કરી વિદાય ગણેશજીને આપી હતી.