સિહોરમાં ઠેર-ઠેર તુલસી વિવાહના આયોજન લાલજીની હવેલી, બળદેવજીની હવેલી, ગાયત્રી મંદિર, પંચમુખા મંદિર સહિત અનેક જગ્યાએ ધામધુમપુર્વક તુલસી વિવાહના આયોજનો થયા હતાં. ઠાકોરજીની રૂડી જાડેરી જાનો જોડાઈ શરણાઈ, ઢોલ અને ફટાકડા ફોડી જાન નિકળી હતી ત્યારે માડવીયા પક્ષે પણ જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. રમેશભાઈ વશરામભાઈ ચાવડા મઢડાના રબારી દ્વારા દિકરી નહીં હોવાથી ભાવ ઉમંગથી તુલસી વિવાહ કરેલ. ઠાકોરજીની જાન તથા તુલસી વિવ્હના પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો.