દર વર્ષની માફક આ વૃષે પણ મુસ્લિમ સમાજ દ્વારા ઉજવવામાં આવતા માતમના પર્વ મહોરમનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે તાજીયા પડમાં આવવા સાથે આખી રાત તાજીયાના જુલુસ શહેરના રાજ માર્ગો પર ફરશે જયારે બીજા દિવેસે ઘોઘાના દરિયાકાંઠે તાજીયા ટાઢા કરવામાં આવશે.
અખાતી દેશ ઈરાકમાં કરબલાના મેદાનમાં શહાદત વ્હરનાર શહિદે આઝમ હઝરત ઈમામ હુસૈનની યાદમાં શિયા પરિવાર દ્વારા દર વર્ષે બે દિવસના શોક પર્વ યવ્મે આસુરાનો શોક તાજો કરવામાં આવે છે. આ વર્ષે ભાવનગર શહેરમાં તાજીયા પર્વની પ્રથમ રાત્રએ ૩પ જેટલા તાજીયાના ઝુલુસ રાતભર શહેરના રાજ માર્ગો પર ફરશે તથા જુમ્મા શુક્રવારના રોજ અનેક મસ્જીદોમાં આસુરાની ખાસ દુઆ, નિફફલ નમાઝ અદા કરાશે અને રાત્રે ૧૦ કલાકે ઘોઘાના બંદરે તાજીયા ટાઢા કરી શોક પર્વનું સમાપન કરવામાં આવશે.