શેર બજારમાં શુક્રવારે જોરદાર ઊથલપાથલ જોવા મળી છે. આજે સેન્સેક્સમાં અચાનક 1500 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. ‘બ્લેક ફ્રાઇડે’ની આશંકા સાથે રોકાણકારોનો શ્વાસ થોડા સમય માટે તો જાણે રોકાઇ ગયો હતો. પરંતુ બજારમાં જેટલો જલ્દી કડાકો આવ્યો તેટલો જ જલ્દી ઉછાળો પણ આવી ગયો હતો.
હાલ હજુ ઘટાડાનું કોઇ કારણ સમજાઇ રહ્યું નથી. પરંતુ આ ઘટાડમાં સૌથી વધુ બેન્કિંગ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના શેર્સમાં કડાકો બોલ્યો હતો. હાલ નિષ્ણાતોનું કહેવું છે કે શેરહોલ્ડરોએ ગભરાવાની જરૂર નથી. આ કડાકાને કારણે DHFLનો શેર 50% અને યસ બેન્કનો શેર 30% સુધી પડી ગયો હતો.
યસ બેન્કના સીઇઓ રાણા કપૂરનો કાર્યકાળ સમય કરતાં પહેલાં પુરો કરવાના આરબીઆઈના નિર્ણયની બેન્કના અનેક શેરો પર ઘણી અસર પડી છે. રાણા કપૂર 31મી જાન્યુઆરી 2019ના રોજ રિટાયર થવાના હતા પરંતુ આરબીઆઈ તેમના 3 વર્ષના કાર્યકાળને અત્યારથી જ ટુંકાવી દીધો છે