રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ ઊંચક્યું માથું

1021

રાજ્યમાં શિકારી સ્વાઇનનો ભરડો વધુ મજબૂત થઇ ગયો છે. શહેરોની વાત કરીએ તો વડોદરા, ભાવનગર અને અરવલ્લીમાં સ્વાઇનફ્લુના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમા આજે ભાવનગરના વલ્લભીપુરની મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.

આ ઉપરાંત ભાવનગરમાં સરટી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂના 5 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમા છ દર્દીઓમાંથી એક મહિલાનું શંકાસ્પદ મોત નિપજ્યુ છે.

આ તરફ અરવલ્લીમાં પણ સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. શહેરમાં સ્વાઇન ફ્લૂએ વધુ એકનો ભોગ લીધો છે. મેઘરજના છીકારીની 55 વર્ષિય મહિલાને સ્વાઈનફ્લૂ હોવાનુ સામે આવ્યું છે. હાલ તો મહિલાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. જિલ્લામાં સ્વાઈનફ્લુનો ત્રીજો કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે અત્યાર સુધીમાં સ્વાઈન ફલૂથી એકનું મોત થયું છે.

તો વડોદરામાં પણ સ્વાઈન ફ્લૂએ માથું ઊંચક્યું છે. આજે સ્વાઇનફ્લૂના વધુ બે દર્દીઓ નોંધાયા છે. શંકાસ્પદ સ્વાઈન ફ્લૂ સહિત 14 દર્દીઓ સારવાર હેઠળ છે અને 2 દર્દી સયાજી અને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

Previous article5 પોલીસકર્મીઓએ આપ્યા રાજીનામા
Next articleભારત પોતાની ક્ષમતા અનુસાર ગ્રોથ પ્રાપ્ત કરવા ઈચ્છે છે : જેમી ડાઈમન