વિતેલા વર્ષોના અભિનેતા અને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રાકેશ રોશન નવી ફિલ્મ બનાવવા માટેની તૈયારીમાં લાગી ગયા છે. હાલમાં પટકથા પર કામ જારી છે. કલાકારો કોણ રહેશે તેની વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ લોકપ્રિય સુપરસ્ટાર રિતિક રોશન હવે પોતાની આત્મકથા લખવાને લઇને ઉત્સુક છે. જો કે હાલમાં આ આત્મકથા ક્યારે લખાશે તે અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામા ંઆવી શકે છે. રિતિક રોશને કહ્યુ છે કે તે લખવાની વધારે કુશળતા ધરાવતો નથી પરંતુ ટુંક સમયમાં જ બાયોગ્રાફી લખવાની શરૂઆત કરનાર છે. હાલમાં આત્મકથા લખવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. રિતિક રોશને કહ્યુ છે કે તે છેલ્લા કેટલાક સમયથી આ પાસા પર વિચારણા કરી રહ્યો છે પરંતુ તે કોઇ રાઇટર નથી જેથી આગળ વધી શક્યો નથી. ફિલ્મ કાબિલના સ્ટાર અભિનેતા રિતિક રોશને કહ્યુ છે કે પિતા રાકેશ રોશનની જેમ તે હાલમાં નિર્દેશનના ક્ષેત્રમાં પણ પડવા માંગતો નથી. રિતિક માને છે કે નિર્દેશન કરતા પહેલા તે હજુ કેટલાક વર્ષો સુધી ફિલ્મમાં અભિનય કરવાની યોજના ધરાવે છે. જો કે લાંબા ગાળે તે ફિલ્મ નિર્માણમાં ઉતરવા માટે તૈયાર છે.