બોલિવુડની લોકપ્રિય અબિનેત્રી કરીના કપુરે આજે તેના ૩૮માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેના જન્મદિવસની ઉજવણી કરવામાં તમામ પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ રહ્યા હતા. રાત્રે ૧૨ વાગે જ તેના જન્મદિવસની ઉજણી કરવામાં આવી હતી. કરીના કપુરના જન્મદિવસે પાર્ટી કરવામાં આવી હતી. જેના વિડિયો અને ફોટો વાયરલ કરવામાં આવ્યા છે. ૨૦મી સપ્ટેમ્બરના દિવસે રાત્રે ૧૨ વાગે પાર્ટી મનાવવામાં આવી હતી. જેમાં અભિનેતા અને પતિ સેફ અલી ખાન, કરીના કપુરની માતા બબિતા, પતા રણધીર કપુર, બહેન કરિશ્મા કપુર અને સોહા અલી ખાન ખાસ રીતે હાજર રહ્યા હતા. કૃણાલ ખેમુની પણ હાજરી રહી હતી. સોહા અને કરિશ્મા દ્રા ફોટો શેયર કરવામાં આવ્યા છે. કરીનાના આવાસ પર પાર્ટી યોજવામાં આવી હતી. કરીના આ પ્રસંગે જહોન એલ્ટનની ટી શર્ટમાં નજરે પડી હતી. કરીના તેની મોટી ફેન તરીકે છે. તેમુર ઉંઘી ગયા બાદ પાર્ટીની શરૂઆત થઇ હતી.બીજી બાજુ કરીના કપુરે કેટલીક નવી બાબત રજૂ કરી છે.