એશિયા કપમા રમાઇ ચૂકેલ ભારત અને પાકિસ્તાનને લઇ ગૌતમ ગંભીરે પાકિસ્તાનનાં ક્રિકેટર તનવીર અહમેદને સણસણતો જવાબ આપતા તેની બોલતી બંધ કરી દીધી છે. તનવીરે એશિયા કપમાં રમવાઇને લઇ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ આ સવાલ પર ગૌતમ ગંભીરે એવો પલટવાર કર્યો કે તેની બોલતી બંધ થઇ ગઇ.
ભારત-પાકિસ્તાનની મેચને લઇ ટીવી ચર્ચાને લઇ તનવીરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ભાગેડુ કહાવાની કોશિશ કરી હતી. તનવીરે કહ્યું કે, કોહલી એશિયા કપ નથી રમી રહ્યો. વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટથી ભાગી ગયો છે. તનવીરના આ આરોપ પર ગંભીરે એવો જવાબ આપ્યો કે, પાકિસ્તાનનો આ ક્રિકેટર શરમનો માર્યો પાણી-પાણી છઇ ગયો. ગૌતમ ગંભીરે વિરાટનો બચાવ કરતા કહ્યું કે,”જેટલી વિરાટ કોહલીની સદી છે એટલા તે (તનવીર) ઇન્ટરનેશનલ મેચ પણ રમ્યા નથી.”
ગંભીરે ટીવી પર પાકિસ્તાની ખેલાડીની બોલતી બંધ કરી દીધી, તો મેદાન પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ. આ મેચમાં ભારતે પાકિસ્તાને ૮ વિકેટથી હરાવી અને ભારતે ન માત્ર પાકિસ્તાનને રગદોળ્યું પરંતુ સાથે જ પોતાના કટ્ટર વિરોધી વિરૂદ્ધ લક્ષ્યનો પીછો કરતા સૌથી મોટી જીત હાંસલ કરી. ભારતે પાકિસ્તાનને ૧૨૬ બોલ શેષ રહેતા આંઠ વિકેટથી જીત હાંસલ કરી. બચેલા બોલના હિસાબે આ ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ મોટી જીત હતી. આ પહેલાનો રેકોર્ડ ૧૦૫ બોલનો હતો. જે ૨૦૦૬માં મુલ્તાનમાં બન્યો હતો.