સિવિલના ૨૦ તબીબોની બદલીથી અનેક વિભાગની કામગીરી પર અસર

868

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સેવામાં કોઇ ઉણપ નહિ આવે તેવી જાહેરાતો કરાય છે. પરંતુ હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૨૦ તબીબોની બદલી કરાતા ફલિત થઇ રહ્યુ છેકે સરકારને માત્ર કોલેજ ચલવાવામાં જ રસ છે. ગાંધીનગર સિવિલમાં ઓર્થોપેડીક વિભાગમાં માત્ર ૨ સર્જન છે. જ્યારે બાકીના જૂનિયર છે. ત્યારે એકની બદલી કરતા હવે ૧ તબીબ સમગ્ર વિભાગ સંભાળશે. તેવી જ રીતે રેડીયોલોજી વિભાગમા પણ તેવી જ સ્થિતિ નિર્માણ પામી છે.

જ્યારે સોલામાં પણ એક રેડીયોલોજીસ્ટ સમગ્ર દર્દીઓનુ ધ્યાન રાખશે. મેડીસીન વિભાગમાં હવે ૩ તબીબોના ખભા ઉપર ભાર નાખવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલના ઓર્થોપેડીક, રેડીયોલોજીસ્ટ, મેડીસીન વિભાગ ઓક્સીજનમાં આવી ગયા છે.

આ બદલીઓ આગામી સમયમાં એમસીઆઇના ઇન્સ્પેક્શનને લઇને કરવામાં આવી હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે સરકારને પણ હવે હોસ્પિટલ ચલાવવામાં નહિ, પરંતુ મેડીકલ કોલેજ ચલાવવામાં રસ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરની સિવિલમાં દરરોજ હજારો લોકો સારવાર માટે આવે છે ત્યારે આવી બદલીથી અનેક અટકળો વહેતી થઈ છે.

Previous articleકોહલીને શૂન્ય પોઈન્ટ છતાં ખેલરત્ન અપાતા વિવાદ
Next articleબજેટના કામોના ટેન્ડરમાં વિલંબ મુદ્દે સમીક્ષા કરાશે