સ્વામી વિવેકાનંદે પ્રથમ વિશ્વ હિન્દુ કોગ્રેસમાં અમેરિકનોને ભાઈઓ અને બહેનોના વિશેષણથી કરેલ ઐતિહાસિક સંબોધનના ૧૨૫ વર્ષ પર શિકાગો અમેરિકા ખાતે ૭ થી ૯ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમ્યાન દ્વિતિય વિશ્વ હિન્દુ કોગ્રેસ યોજાઈ ગઈ. જેમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, આર. એસ. એસ.ચીફ મોહન ભાગવત, સૂરીનામના ઉપરાષ્ટ્ર પતિ વિશેષ ઉપસ્થિત રહેલ.
આ કોંગ્રેસમાં ૫૦૦ બીઝનેસ ફોરચ્યુન કંપનીના મુખ્ય સી.ઈ.ઓ., ઝી ટીવીના સી.ઈ.ઓ., ભારતમાંથી ૪૦નું ડેલિગેશન તથા વિશ્વના ૬૦ દેશોથી ૨,૫૦૦ ડેલીગેટ્સે ભાગ લીધેલ. સદર કોગ્રેસમાં કુલ ૭ કોન્ફરન્સ યોજાયેલ. (૧) વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ, (૨) હિન્દુ એજ્યુકેશનલ કોન્ફરન્સ, (૩) હિન્દુ મિડિયા કોન્ફરન્સ, (૪) હિન્દુ ઓર્ગેનાઈઝેશનલ કોન્ફરન્સ, (૫) હિન્દુ પોલિટિકલ કોન્ફરન્સ, (૬) હિન્દુ વિમેન કોન્ફરન્સ અને (૭) હિન્દુ યુથ કોન્ફરન્સ.
પરિષદનું આકર્ષણ હતુ હિન્દુ ઓર્ગેનાઈઝેશન કોન્ફરન્સ. કે જેમાં ભારતમાંથી બ્રહ્માકુમારીઝ, આર્ટ ઓફ લિવિંગ, ગાયત્રી પરિવાર, ઇસ્કોન અને નામધારી વાળા શીખ ગૃપને વિશેષ નિમંત્રણ આપવામાં આવેલ. આ કોન્ફરન્સનો વિષય હતો કે ‘વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે થાય?’ જેની ચર્ચામાં બ્રહ્માકુમારીઝ દ્વારા ભારપૂર્વક સ્પસ્ટ કરેલ કે વાસ્તવમાં હિન્દુ તો એક સંસ્કૃતિનું નામ છે કે જે સિન્ધુ નદી પાસે વિકસિત થયેલ. જ્યારે હિન્દુઓનો અસલ ધર્મ તો સનાતન ધર્મ છે. આજથી ૫,૦૦૦ વર્ષ પહેલાં ભગવાને ગીતા જ્ઞાન દ્વારા અધર્મનો વિનાશ કરી આ સનાતન ધર્મની સ્થાપના કરેલ.
અત્રે ઉલ્લેખનિય છે કે, દુનિયાના બધા જ ધર્મ કોઈ ન કોઈ દિવ્ય કે મહાન આત્મા દ્વારા સ્થાપન થયેલ છે. જ્યારે સનાતન ધર્મ જ એક એવો ધર્મ છે કે જે સ્વયમ પરમાત્મા દ્વારા સ્થાપન થયેલ છે. આ ધર્મની સ્થાપના માટે પરમાત્મા એ જે વિશુદ્ધ જ્ઞાન આપેલ તે સંસારના તમામ ધર્મ સહજ સ્વીકાર કરી શકે છે. બ્રહ્માકુમારીઝના પક્ષને પ્રતિપાદિત કરતાં રાજ્યોગિની ઉષાદીદી એ ભાર પૂર્વક જણાવેલ કે સંસારમાં બધા માનવ સમુદાય દ્વારા આ વિશુધ્ધ જ્ઞાનનો સ્વીકાર થાય તે માટે બધી સંસ્થાવાળા એક જૂટ થઈને જો પ્રચાર પ્રસાર કરે તો આપણી હિન્દુ સંસ્કૃતિનો સનાતન ધર્મ જ સમગ્ર વિશ્વની અંદર સર્વ માન્ય થશે.