લોકભારતી સણોસરા ખાતે સુખ્યાત સંગીતકાર વિશ્વમોહન ભટ્ટના કાર્યક્રમ

1026

લોકભારતી સણોસરા ખાતે આગામી સોમવારે રાત્રે સુખ્યાત સંગીતકાર વિશ્વમોહન ભટ્ટનો શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ માણવા મળશે.  આગામી સોમવારે તા. ર૪ના રાત્રે ૮-૩૦ કલાકે લોકભારતી ગ્રામવિદ્યાપીઠના સારસ્વત ભવન ખાતે સુખ્યાત સંગીતકાર પદ્મ અને પદ્મભુષણ તથા ગ્રેમી પુરસ્કાર વિજેતા એવા વિશ્વ વિખ્યાત વિશ્વ મોહન ભટ્ટનો શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ માણવા મળશે.  સંગીતકાર મોહન ભટ્ટ (ગીટાર) મોહન વિણા વાદક તથા શોધક છે. જેઓને માણવા સંગીત રસિકો- વિદ્યાર્થીઓને નિયામક હસમુખભાઈ દેવ મુરારિએ જણાવ્યું છે.

Previous articleપ્રવાસન ધામ – કયાંનું હશે…?
Next articleમોડેસ્ટના સૌજન્યથી વૃક્ષારોપણ