દામનગર હેલ્થ સેન્ટરના ડોકટરની બદલી કરાતા ગ્રામજનોમાં કચવાટ

838

દામનગર શહેરની સિવિલ હોસ્પિટલ ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટર ડોકટર વિહોણી મુખ્ય મેડિકલ ઓફિસર ડો સ્વામીની ભાવનગર ખાતે બદલી થતા દામનગર શહેરી અને ૩૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે કચવાટ સેવાભાવી તબીબની બદલી થતા દર્દી નારાયણોમાં નારાજગી જોવા મળી  ડો સ્વામી ભાવનગર ખાતે બદલી અને દામનગર સિવિલને લીલીયાથી ડેપ્યુટશન અપાયું કાયમી તબીબ તરીકે ડો ગાયકવાડને ઓડર અપાયો આટલી મોટી સીએસીમાં માત્ર એક જ તબીબ અન ેએ પણ ડેપ્યુટશન પર દામનગર શહેરી અને ૩૦થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે કાયમી તંગી ભોગવતી સિવિલને કાયમી તબીબ મળશે કે કેમ ? ખૂબ મોટી ઓપીડી ધરાવતી ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટરને પૂરતા પ્રમાણમાં તબીબ અને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવાય તે જરૂરી છે એક ડોકટર અપૂરતા ઓપીડી ઇમરજન્સી પીએમ કોર્ટ સહિત અનેકો કાર્યો માત્ર એક જ તબીબ કેમ કરી શકે ? આ અંગે દામનગર સિવિલ ભારે પીડા ભોગવે છે આટલી મોટી સિવિલ ખૂબ બીમાર કેમ ? સરકાર યોગ્ય ન્યાય કરે તેવી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉઠતી માંગ.

Previous articleમોડેસ્ટના સૌજન્યથી વૃક્ષારોપણ
Next articleઅકેવાળીયા ગામે ટીબી રોગની સમજણ અપાઈ