ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા “માં તુજે સલામ” શિર્ષક તળે શહિદોના પરિવાર અને માજી સૈનિકોના વિધવાઓનુ સન્માનનો કાર્યક્રમ યોજયો હતો.
માજી સૈનિક સંગઠન દ્વારા શહેરનાં મોતીબાગ બાજપેયી હોલ ખાતે આર્મીના અધકારીઓ કલેકટરા, કમિશ્નર સહિતનાની ઉપસ્થિતીમાં માજી સૈનિકો તથા શહિદોનાં પરિવારો, આશ્રિતો, માજી સૈનિકોના વિધવાઓનું સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું સાથે મતદાન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં માજી સૈનિક સંગઠનના ચીફ પ્રેસીડેન્ટ એ.કે. ચૌધરી, પ્રેસીડેન્ટ, એમ.કે.શર્મા, સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.