બોટાદ જીલ્લાના રાણપુરમાં વર્ષો જુની પરંપરા મુજબ રામજીમંદીર સેવક મંડળ સમુદાય દ્રારા જલજીલણી અગીયારસના દિવસે રાણપુરમાં ઠાકર ભગવાનની શોભાયાત્રા નિકળે છે ત્યારે કુંભારવાડામાં આવેલ રામજી મંદીરેથી બપોર બે વાગ્યે આ શોભાયાત્રા શરૂ થઈ હતી ત્યાથી પારેખફળી પાસે થઈને આંબલીયા ચોરે પહોચી હતી ત્યા મોલેસલામ ગરાસીયા દરબાર સમાજ દ્રારા આ યાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને આ શોભાયાત્રા રાણપુરના જાહેર માર્ગો ઉપર ફળી હતી. રસ્તામાં ઠેર ઠેર ઠંડા પાણી, સરબત, ચા, સુકીભાજી, લીંબુ સરબત જેવા અનેક સ્ટોલ લોકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા.જ્યારે આ શોભાયાત્રા રાણપુરના મોટાપીરના ચોક ખાતે પહોચી ત્યારે મુસ્લિમ સમાજ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યુ અને રામજીમંદીરના મહંતને ફુલહાર પહેરાવીને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ. આ શોભાયાત્રા માં મોલેસલામ ગરાસીયા દરબાર સમાજે અને મુસ્લિમ સમાજે શોભાયાત્રાનુ ભવ્ય સ્વાગત કરીને કોમીએકતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ જ્યારે શોભાયાત્રામાં ભારેભીડ સાથે ભક્તો ભક્તિના રંગેરંગાયા અને રસ્તાઓ પણ ગુલાલથી લાલ રંગના થયા હતા.