શહેર કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

849

ભાવનગર શહેર કક્ષાનું વિજ્ઞાન- ગણિત -પર્યાવરણ પ્રદર્શનનું આયોજન વીર સાવરકર પ્રાથમિક શાળા નં. ૮, પ્રભુદાસ તળાવ ખાતે કરવામાં આવેલ.

જેમાં કલસ્ટર કક્ષાએ પસંદ થયેલ કુલ પ વિભાગની પ્રથમ ક્રમે આવેલ કુલ પ૦ કૃતિઓ શહેર કક્ષાએ ભાગ લેવા આવેલ. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત તથા સમાવિષ્ટ પ૦ શાળાઓના ૧૦૦ બાળ વૈજ્ઞાનિક તથા પ૦ માર્ગદર્શક શિક્ષકો ભાગ લીધેલ.

આ પ્રદર્શનનું ઉદ્દઘાટન તા. ૧૮ને મંગળવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેનના અધ્યક્ષ સ્થાને તથા શાસનાધિકારી તથા પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યઓ, નગર સેવકો અને બીઆરસી કોર્ડીનેટરની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. જેમાં સ્થાનિકો તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહેલ. ચેરમેન દ્વારા તેઓના ઉદ્દબોધનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કૃતિઓ રાજય તથા રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામે તેવી શુભકામનાઓ પાઠવેલ.  સાંજે નિવૃત્ત જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી તથા શાસનાધિકારી તથા બીઆરસી કોર્ડીનેટરની વિશેષ ઉપસ્થિતિમાં સમાપન કાર્યક્રમ યોજાયેલ. જેમાં ભાગ લેનાર બાળકોને ઈનામ આપીને પુરસ્કૃત કરવામાં આવેલ.

Previous articleશેત્રુંજી ડેમ ક્લસ્ટરમાં ખેલ મહાકુંભ અંતર્ગત બાળ રમતોત્સવની ઉજવણી
Next articleસિહોરમાં તાજીયાના ઝુલુસ નિકળ્યા