વિવેકાનંદ કેન્દ્ર તળાજા શાખા દ્વારા સમગ્ર તળાજાના વિદ્યાર્થીઓ માટે આરાધ્યા વિદ્યાસંકુલ ખાતે સાંસ્કૃતિક સ્વાધ્યાય કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમંગ અને ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ સહિત કુલ પ૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ સ્વામી વિવેકાનંદજીના વિચાર પર ચાલવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.