શહેરમાં તુલસી વિવાહની થયેલી ઉજવણી

722
bhav1112017-2.jpg

ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે તુલસીવિવાહની ભવ્યાતી ભવ્ય રીતે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કારતક સુદ અગિયારસ નિમિત્તે આજે ભાવનગર શહેર સહિત ગોહિલવાડ પંથકમાં આસ્થાભેર તુલસીવિવાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી જ વિવિધ પ્રસંગો ઉજવાયા હતા જેમાં તુલસીવૃંદાનું મંડપ મુર્હુત તેમજ બોજન સમારોહ જ્યારે ઠાકોરજીનું મંડપ મુર્હુત તથા બોજન સમારોહ બાદ સાંજના સમયે ઠાકોરજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં ડી.જે. તાલ તથા ફટાકડાની આતશબાજી સાથે વાજતે ગાજતે ઠાકોરજીની જાનમાં યજમાન પરિવારે તથા નગરજનો આસ્થાભેર જોડાયા હતા.
શહેરનાં કાળીયાબીડ ખાતે રિધ્ધિ સિધ્ધી ગૃપ પરેશ પંડ્યા તથા સભ્યો દ્વારા તેમજ શ્રીનાથજીનગર અને ભરતનગર ખાતે ફ્રેન્ડસ ગ્રૃપ દ્વારા તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારે કાળાનાળા વાળંદવાડીમાં વાળંદ સમાજ દ્વારા તથા આનંદનગર ખાતે મિત્ર મંડળ દ્વારા, નિર્મળનગર, વડવા પાનવાડી રોડ, ચિત્રા, વરતેજ સિહોર સહિત પંથકમાં તુલસી વિવાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી લગ્ન સ્થળે કેટલાક આયોજનોમાં લગ્નગીતોનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ.

Previous article શિહોરનાં ખાંભા ગામે જીતુ વાઘાણી  વિરૂધ્ધ પોસ્ટરો લાગ્યા 
Next article હાઇકોર્ટના સીટીંગ જજ તપાસ કરે : કોંગ્રેસ