પૂર્વી આક્રિકી દેશ તાન્ઝાનિયાની વિક્ટોરિયા ઝીલમાં ગુરુવારે એક હોડી પલટી હતી. જેમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકોના મોત થયા હતા. રાષ્ટ્રપતિ જોન મૈગુફલીના પ્રવક્તા ગેર્સન સિગવાએ સરકારી ટીવી ઉપર અત્યાર સુધી ૧૦૦ લોકોના મોતની પુષ્ટી કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે મરનારની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી શકે છે.ડૂબનારા લોકોની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી શકે છે. અંધારુ હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન રોકવામાં આવ્યું છે. શુક્રવારે સવારે ફરીથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉકોરા અને બુગોલોરા આઇલેન્ડ વચ્ચે તટીય વિસ્તાર નજીક આ હોડી ડૂબી હતી. હોડીમાં ક્ષમતાથી વધારે લોકો સવાર હતા. કિનારે પહોંચ્યા પહેલા જ હોડીમાં અચાનક કેટલાક લોકો એક તરફ જઇ ગયા હતા. જેના કારણે હોડી પલટી ગઇ હતી.સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હોડી ઉપર ૪૦૦થી વધારે લોકો સવાર હતા. આશરે ૧૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.