ઈરાનમાં શનિવારે સવારે સેનાની પરેડમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આઠ જવાનોની મોત થઇ ગઇ છે જ્યારે 20થી વધારે લોકો ઘાયસ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હજી સુધી આ હુમલાની જવાબદારી કોઇએ લીધી નથી.
જાણકારી પ્રમાણે ઈરાનમાં શનિવારે સવારે સેનાની પરેડ ચાલી રહી હતી. આ દરમિયાન બે આતંકી સેનાની વરદી પહેરીને મોટરસાયકલ પર ત્યાં પહોંચ્યા અને ગોળીઓ ચલાવવા લાગ્યા. આ ગોળબારીમાં આઠ જવાનોની મોત થઇ ગઇ છે. પોલીસનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.