કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવ્યાં છે. ગૃહમંત્રીએ અમરેલીમાં ગુજરાત કો-ઓપ-બેક દ્વારા તૈયાર કરાયેલા ખેડૂત રથનું લોકાર્પણ કર્યું હતું. સૌથી પહેલા ખેડૂતોને રામ-રામ અને જયશ્રીકૃષ્ણ કહીને સંબોઘિત કર્યા હતા.
રાજનાથસિંહે રાફેલ મુદ્દે પણ કહ્યું કે, આરોપ સાબિત ન થાય ત્યાં સુધી આક્ષેપો કરવા અયોગ્ય છે, આ મુદ્દે સરકારે પણ સ્પષ્ટીકરણ આપશે પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
ખેડૂતોને રામ-રામ અને જયશ્રીકૃષ્ણ કહીને સંબોધન શરૂ કર્યું. રાજનાથસિંહે સંત ભોજલરામ અને વકીલ સાહેબ ઇમાનદારને યાદ કર્યા હતાં. ગુજરાતના લોકોનું સહકારી ક્ષેત્રે દેશભરમાં યોગદાન મહત્વનું છે. આર્થિક વિષમતા દૂર કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે. અમરેલીમાં એક જ સ્થળે સહકારી સંસ્થાઓની સામાન્ય સભા સાથે યોજાઈ તે ગૌરવની વાત છે. આ સાથે તેમણે ખેડૂતો માટે જણાવતા કહ્યું કે ખેડૂતોને વ્યાજખોરો અને સાહુકારોની ચુંગાલમાંથી છોડાવવામા સહકારી પ્રવૃત્તિ સૌથી મોખરે છે. અમરેલી જિલ્લાનું સહકારી મોડેલ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી નિવડશે. રાજનાથસિંહે અમૂલનું ઉદાહરણ આપીને સહકારી ક્ષેત્રે વખાણ કર્યા. અમૂલ સહકારી સમિતીનું શ્રેષ્ઠ માધ્યમ છે.