લાગે છે કે સુઇ ધાગા મેડ ઇન ઇન્ડિયા ફિલ્મને ગ્રહણ લાગી ગયું છે. અને આ ગ્રહણનું નામ છે અવેન્જર્સ ઇન્ફિનીટી વોર. જીહા, હિન્દી દિવસ મનાવવા માટે હવે અવેન્જર્સ ઇન્ફિનીટી વોર ૨ ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મે આજ વર્ષે મે મહિનામાં ભારતીય બોકસઓફિસ પર રીતસરનો કેર વર્તાવ્યો હતો. જોત જોતામાં તમામ ફિલ્મોના રેકોર્ડ તોડતા તેણે ૨૦૦ કરોડની કમાણી આરામથી કરી લીધી હતી. હવે આજ ફિલ્મ ફરી ભારતમાં રિલીઝ કરી માર્વેલ સુપરહિરોનો પગદંડો ભારતમાં પૂરી રીતે જમાવી રહી છે. ઉપરથી સોશિયલ મીડિયા પર તેની પોસ્ટર પણ હાલમાં હિન્દીમાં હોય છે, છેલ્લા દસ વર્ષની માર્વેલ મહેનત કરી રહી હતી અને ભારતમાં તે એવી પ્રથમ ફ્રેન્ચાઇઝી બની છે જેની લોકો બાહુબલી કરતા પણ વધારે બેસબ્રીથી રાહ જોઇ રહ્યા હોય. પણ કોઇ ફિલ્મ રિલીઝ થાય તેનો વાંધો નથી. સારી ફિલ્મો જોવા માટે તો ફેન્સ ઉમટતા હોય છે, પણ કોઇને મુશ્કેલી પડવાની હોય તો તે છે વરૂણ ધવન અને અનુષ્કા શર્મા. કારણ કે તેમની ફિલ્મ સુઇ ધાગા ૨ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.