અમિત શાહનો સુરત પ્રવાસ રદ્દ, ૭મીએ આવે તેવી વકી

662
guj1112017-5.jpg

૩ નવેમ્બરના રોજ વરાછા ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. દરમિયાન ભાજપના ૧૫૦ પ્લસના મિશનને પૂરું કરવા માટે દક્ષિણ ગુજરાતની તમામ ૩૫ બેઠક પર ભગવો લહેરાવો જરૂરી હોવાના કારણે ભાજપના કાર્યકરોમાં જુસ્સો ભરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી ૭ નવેમ્બરના રોજ સુરત આવવાના છે. 
અમિત શાહ ૨ નવેમ્બરના રોજ સાંજના સુરત ખાતે આવવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ અન્ય કાર્યક્રમની વ્યસ્તતાને કારણે ૨ નવેમ્બરના કાર્યક્રમને ૭ નવેમ્બરે ખસેડવામાં આવ્યો છે. તેમાં સાંજના ૭ કલાકે અમિત શાહ સુરત ખાતે ભાજપના કાર્યકરોને સંબોધવાના છે તેમજ રાત્રિ રોકાણ પણ સુરત ખાતે કરે તેવી શક્યતા રહેલી છે. તેમાં ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપ સુરત શહેરની ૧૨ સીટ પર ભાજપ જ જીત મેળવે તે માટે કાર્યકરોનો જુસ્સો વધારશે. તેમજ રાત્રિ રોકાણ દરમિયાન અન્ય કોઇ બેઠક યોજવામાં આવે કે નહીં તેનો નિર્ણય હજુ સુધી કરવામાં આવ્યો નથી. શહેર અને જિલ્લાના કાર્યકરોને સંબોધવા માટેનો એક હેતુ એવો પણ છે કે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને કારણે શહેરની છ સીટ પર પાટીદાર મતોનુ પ્રભુત્વ રહેલું છે. તેના કારણે આ તમામ છ સીટ કેવી રીતે કબ્જે કરવી તે સહિતની ચર્ચા કાર્યકરો સાથે કરાશે તેમજ ચૂંટણી પહેલાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરવાને લીધે કાર્યકરોમાં પણ જુસ્સો વધવાની શકયતાને કારણે ભાજપ માટે આ બેઠક વધુ મહત્વની રહેલી છે.

Previous article પડધરીમાં હાર્દિક-પાસના માણસોએ પ્રવેશ કરવો નહીંઃ પોસ્ટર થયા વાયરલ
Next article રાહુલ ગાંધી આજથી ૩ દિવસની ગુજરાત મુલાકાતે