દહેગામ કોલેજના એનસીસી (૩૪ બટાલીયન) હિંમતનગર તેમજ એનએસ એસ કેડેટસ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિના ઉપક્રમે મહા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
રેલી સ્વરૂપે જન જાગૃતિ અભિયાન ચલાવાયુ હતુ. રેલી નહેરૂ ચોકડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાએ પહોંચી હતી.જયાં સફાઇ કરી પ્રતિમાને દત્તક લેવાઇ હતી અને નગરના વેપારીઓ, સોસાયટી ના રહિશો અને નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.