રાષ્ટ્રભાષા પ્રચાર સમિતી ગાંધીનગર દ્વારા હિન્દી પખવાડીયાની ઉજવણી અંતર્ગત સેકટર ૨૪ સ્થિત આર્યસમાજ ભવન ખાતે હિન્દી નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. ધોરણ ૫થી ૮નાં બાળકો દ્વારા રાષ્ટ્ર ભાષા મેરા ગૌરવ તથા ધોરણ ૯થી ૧૨નાં બાળકોએ હિન્દી હૈ હિન્દ કી શાન વિષય પર નિબંધ લખ્યા હતા. રાષ્ટ્ર ભાષા મેરા ગૌરવમાં જીનલ પરમાર પ્રથમ સ્થાને, ચારૂ સોની દ્રીતીય સ્થાને તથા કરણ દાદલીયા ત્રિજા સ્થાને રહ્યો હતો. જયારે હિન્દી હૈ હિન્દ કી શાનમાં મનાલી વ્યાસ, હની દલાલ તથા દેવાંગ જોશી અનુક્રમે ૧થી ૩ સ્થાને રહ્યા હતા. સમિતીનાં સંયોજક મુકેશ વ્યાસ દ્વારા બાળકોને બિરદાવવામાં આવ્યા હતા.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત, તન અને મન વગેરે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ર્ડા. જીજ્ઞેશભાઇ પટેલ, ર્ડા. મીનળબા જાડેજા અને ર્ડા. અશોકભાઇ પ્રજાપતિ હતાં. સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતા દેસાઇ અમી, શિકારી મોનિકા, રાવળ ભાવિકા બન્યા હતાં.