તળાજાની પ્રખ્યાત જય જનની વિદ્યાપીઠ સ્કુલના વિદ્યાર્થીઓનો સમુહ ભોજન અને પ્રવાસ યોજાયો હતો. જેમાં તમામ ભુલકાઓ અને વિદ્યાર્થીઓએ જોડાયા હતાં. પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ મંદર અને મસ્તરામ ધારા દૃશન કરી સમુદ્ર કિનારે ફરવા ગયા હતાં. અને નજીકના વાડી વિસ્તારમાં વિદ્યાર્થીઓને ખેતી વિશે માહિતી આપી હતી અને જ્ઞાન સાથે ગમ્મત અને સમુદ્ર કિનારે સમજણ આપવામાં આવી હતી. તમામ સ્ટાફ જોડાયો હતો. શાળા સંચાલક ધર્મેશભાઈ, આચાર્ય ભાવેશભાઈ પણ સાથે આવેલ જેથી વિદ્યાર્થીઓની ખુશીમાં વધારો થયો હતો અને વિનામુલ્યે વિદ્યાર્થીઓને પ્રવાસ અને સમુહ ભોજનનો લાભ મળ્યો હતો.