બોટાદના રાણપુરમાં મહોરમ પર્વની ઉજવણી

1316

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે વર્ષો જુની પરંપરા મુજબ ઈમામ હુશેનની યાદમાં તાજીયા જુલુસ નિકળ્યા હતા ગુરૂવારે રાત્રે બાર વાગે નિકળેલા તાજીયા શુક્રવારે મોડી રાત્રે પુરા થયા હતા.આંબલીયાચોરા,કાંકરીયા ચોરા અને દેસાઈવોરા ચોરા ના એમ ત્રણ તાજીયા  નિકળ્યા હતા જેમા હિંન્દુ અને મુસ્લિમ સમાજ ના લોકો સાથે મળીને મોહરમ નો તહેવાર ઉજવે છે અને કોમી એકતા નુ વાતાવરણ જોવા મળે છે આ કલાત્મક તાજીયા જુલુસને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટીપડ્યા હતા આ સમયે ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય રાજુભાઈ વકીલે ત્રણેય તાજીયાના દર્શન કરીને આગેવાનોને મળ્યા હતા.આ અંગે ધારાસભ્ય રાજુભાઈ વકીલે જણાવ્યુ હતુ કે વર્ષોથી રાણપુરમાં તાજીયા નિકળે છે અને રાણપુર શહેરના હિંન્દુ,મુસ્લિમ બન્ને સમાજના લોકો સાથે મળીને મોહરમની ઉજવણી કરે છે અને કોમી એકતા નુ જબ્બર જસ્ત ઉદાહરણ પુરૂ પાડે છે અને આવી એકતા કાયમ માટે રાખો તેવી મારી સહુને વિનંતી છે.સાથે સાથે લોકમેળો પણ યોજાય છે તેમાં પણ ભારેભીડ જોવા મળી હતી આ સમયે કોઈ અનિચ્છીય બનાવના બને તે માટે રાણપુરના મહિલા પી.એસ.આઈ.વી એમ કામળીયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખુબજ શાંતિ પુર્ણ માહોલ વચ્ચે તાજીયા પુરા થયા હતા.

Previous articleકોવાયા ગામે પ્રા. શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો
Next articleદામનગરમાં મહોરમ પર્વની ઉજવણી કરાઈ