ગોવા ખાતે તા. રપ થી ૩૦ સુધી ઓલ ઈન્ડિયાના આર્ટીસ્ટોનું પ્રદર્શન યોજાશે. ભારતભરના ૮૦ કલાકારોની ૧૮પ કલાકૃતિઓ અહીં રજુ કરવામાં આવશે. આ મેગા પ્રદર્શન કલાક એકેડેમી- પણજી – ગોવામાં યોજાશે.
આ પ્રદર્શનમાં ગુજરાતના ભાવનગર, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, પાટણ, ભુજ અને પોરબંદરના કલાકારો ભાગ લેશે. તેમજભ ારતના અન્ય રાજયોમાંથી લખાનૌ, કાનપુર, મુંબઈ, નાગપુર ઈન્દોરના કલાકારો ભાગ લેશે. આ નેશનલ આર્ટ શોનું આયોજન અજય ચૌહાણ જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજા અને ડો. અશોક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રદૃશન ગોવાના પોલીસ અધિક્ષક કાર્તિક કશ્યપના હસ્તે ખુલ્લુ મુકાશે. આ પ્રસંગે ગોવાના ફીલ્મ સ્ટાર કેવીન ડીમેલો હાજર રહેશે.