બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અબરવાડી ખાતે આગામી ર૯-૯ થી ૧૦-૧૦ સુધી બાર દિવસનો અક્ષરવાડી ખાતે ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર વિશ્વ વંદનીય પરમપુજય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં બ્રહ્મના સંગે બ્રહ્મના રંગે થીમ આધારીત દેશ વિદેશના ૬૦૦થી વધુ સંતો મહંતો હરીભક્તોની ઉપસ્થીતિ એક મીની કુંભમેળાની અનુભુતિ થશે, રોજ સવાર સાંજ સવાધ કીર્તનભક્તિ, પ્રેરક સંતોના પ્રવચનો, છટદાર સંવાદો, આકર્ષક લોકનૃત્ય્, રસપ્રદ દ્રષ્ય- શ્રાવ્ય કાર્યક્રમોની પ્રભાવક પ્રસ્તુતી એલઈડી સ્ન્કીન પર થશે વિવિધ દીન સાથે સાથે પૂ.ે મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પુજા દર્શન તથા અમૃત વાણીનો લાભ મળશે. પુ. પ્રમુખસ્વામી મહારાજના દ્વિતિય સ્મૃતિપર્વનો સમૈયો ધામધુમથી ઉજવાશે. આ સમગ્ર કાર્યક્રમનો લાભ લઈ અવગુણોની સફાઈથી અને સદગુણોની વાવણીથી ધરમાં સુખ શાંતિને પધારવીએ. આખા વર્ષના બાર ઉત્સવોની ઔલોકિક ઝાંખી ભગવાનના શણગારો દ્વારા મંદિરમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે પૂ. મહંત સોમપ્રકાશસ્વામી તથા પૂ. યોગવિજયસ્વ્મીના માર્ગદર્શનથી પુ. ત્યાગરાજસ્વામી તથા કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તા. ર૯-૯ શનિવારે સ્વાગત દિન ઉજવાશે, ૩૦-૯ રવિવારે બાળ દિન, ૧-૧૦ સોમવારે સત્સંગ દિન, ૩-૧૦ બુધવાર પરમ પુજય મહતંસ્વામી મહારાજનો ૮પમો જન્મ જયંતિ મહોત્સવ તથા રકતદાન યજ્ઞ ઉજવાશે, ૪-૧૦ ગુરૂવાર હરી (ભગવાન સ્વામિનારાયણ) અને પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિ પર્વ, પ-૧૦ શુક્રવાર મહિલા દીન સાંજે પ થી ૮, ૬-૧૦ શનિવાર સત્સંગ દિન, ૭-૧૦ રવિવાર યુવા દિન, ૮-૧૦ સોમવાર સત્સંગ દિન, ૯-૧૦ મંગળવાર છાત્રાલય દિન, ૧૦-૧૦ બુધવાર કાર્યકર દિન ઉજવાશે.
પરમુજય મહંતસ્વામી મહારાજની પ્રાતઃ પુજા દર્શન દરરોજ સવારે પ-૧પ થી ૭-૧પ જેના દર્શનનો લાભ સૌવ કોઈ લઈ શકશે. દરરોજ સાંજેના કાર્યક્રમો પ-૩૦ થી ૮ રહેશે. પુજય મહંતસ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવની તા. ૩-૧૦નો સમય સાંજે પ થી ૮ રહેશે. તથા તેનું સ્થળ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનું સીડફાર્મ ગ્રા.ન્ડ રહેશે. બાકીના કાર્યક્રમો સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી અક્ષરવાડી રોડ ભાવનગર રહેશે.