બાડમેરના શિવ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય કર્નલ માનવેન્દ્ર સિંહએ પચપદરામાં આયોજીત સ્વાભિમાન રેલીમાં ભાજપ છોડવાની જાહેરાત કરી છે. માનવેન્દ્રએ શનિવારે રેલીને સંબોધિત કરતાં જણાવ્યું કે આટલા વર્ષ ધીરજ રાખી, મારા કારણે સમર્થકોને પરેશાન કરવામાં આવ્યા, વડાપ્રધાનને પણ જણાવવામાં આવ્યું, જ્યારે નિર્ણય લેનારાઓ ભૂલ કરે તો ધૈર્ય તૂટે છે, આજે એ દિવસ આવી ગયો છે. રેલીમાં માનવેન્દ્ર સિંહે ’કમળનું ફૂલ, મારી ભૂલ’ કહી પક્ષ છોડવા અંગે લોકોની પ્રતિક્રયા માગી હતી. , આ અંગે ત્યાં હાજર લોકોએ ભાજપ છોડવાના નારા લગાવ્યા હતા, માનવેન્દ્રસિંહે ભાવુક થઇને કહ્યું કે ૨૦૧૪માં ૧૨ વાગ્યે નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો, તેઓએ કહ્યું કે જસવંત સિંહની ટિકિટ મેં નથી કાપી, જયપુરના એક અને દિલ્હીના બે નેતાઓએ કાપી છે. માનવેન્દ્ર સિંહએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ સતાની ચિંગારી સળગાવી રાખવા દરેક સ્વાભિમાનીનું કામ છે, સ્માભિમાનની આ લડાઇ સમગ્ર પ્રદેશમાં ચાલશે. તેની ગુંજ પ્રદેશથી કેન્દ્ર સુધી પહોંચશે. આજે આપણા ધીરજની સીમા પૂર્ણ થઇ ગઇ છે, વાવાઝોડાની શરૂઆત પચપદરામાંથી શરૂ થઇ છે અને આ જયપુર સુધી પહોંચશે. તમામ સ્વાભિમાનીઓનો નિર્ણય મારા માથે રહેશે.
Home National International રાજસ્થાનઃ જસવંત સિંહના પુત્ર માનવેન્દ્રએ છોડ્યું મ્ત્નઁ, કહ્યું – કમળનું ફૂલ, મારી...