(સં. સ. સે.) તાલચર,તા. ૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓરિસ્સામાં અનેક વિકાસ યોજનાઓની જાહેરાત કરી હતી. મોદીએ ઓરિસ્સામાં ૧૩૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની યોજનાની જાહેરાત કરી હતી. સાથે સાથે વિશાળ રેલીને પણ સંબોધી હતી. તાલચરમાં ખાધ કારખાનાના પુનઃનિર્માણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ રેલીને સંબોધતા મોદીએ એકબાજુ પોતાની સરકારની સિદ્ધિઓ અને યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે નવીન પટનાયક સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ એવો સંદેશ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો કે, ૨૦૧૯માં વિપક્ષ એકતાના કેટલાક પ્રયાસ કરી લેશે તો પણ તેમની સત્તામાં વાપસી નિશ્ચિત છે. ઓરિસ્સામાં જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવા મોદી પહોંચ્યા હતા. અગાઉની સરકારો ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૦માં કાલચર યુરિયા ફેક્ટ્રીના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તે વખતે તમામ બાબતો કાગળ ઉપર રહી હતી. અધિકારીઓને કામ ક્યારે પુર્ણ થશે તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ૩૬ મહિનામાં કામ પૂર્ણ કરવાની વાત કરી છે. ૩૬ મહિના બાદ લોકાર્પણ માટે ફરી આવવાની ખાતરી આપી હતી. ગોરખપુર, ઝારખંડ, તેલંગાણા અને બિહારના યુરિયા કારખાનાઓનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ખેડૂતો અને કૃષિ વ્યવસ્થાને મજબૂત કરવા માટે તેમની સરકાર કામ કરી રહી છે. રાજીવ ગાંધીના એવા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં રાજીવે કહ્યું હતું કે, એક રૂપિયામાંથી જ ૧૫ પૈસા જ ગરીબો સુધી પહોંચે છે. બેંક સાથે લોકોને જોડીને આ સમસ્યાનો અંત કરી દેવાયો છે. વર્ષ ૨૦૧૪માં ગ્રામીણ સ્વચ્છતા ઓરિસ્સાની ૧૦ ટકાની આસપાસ હતી પરંતુ ચાર વર્ષના ગાળામાં આ આંકડો ૫૫ ટકા પહોંચ્યો છે. મુખ્યમંત્રી નવીન પટનાયક સ્વચ્છતા મિશનમાં જોડાઈ રહ્યા નથી. શૌચાલયોનું નિર્માણ થતાં નથી. ઓરિસ્સાના લોકો માટે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા માટે શ્રેષ્ઠ અને સર્વોચ્ચ સ્વચ્છતાની પણ જરૂર છે. સાથે સાથે ઓરિસ્સામાં મુખ્યપ્રધાન નવીન પટનાયકની પણ જોરદાર ઝાટકણી કાઢી હતી. ઓરિસ્સાના તાલચરમાં ખાદ્ય કારખાનાના પુનનિર્માણ કાર્યક્રમ વેળા રેલીને સંબોધતા મોદીએ કહ્યુ હતુ કે ૩૬ મહિના બાદ ફરી લોકાર્પણ માટે તેઓ જ આવશે. નવીન પટનાયક પર જુદા જુદા મુદ્દાને લઇને મોદીએ તેજાબી પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનુ ચિત્ર રજૂ કરતા મોદીએ ઇશારામાં પોતાની જીતનો દાવો પણ કર્યો હતો. મોદીએ કહ્યુ હતુ કે ખાદ્ય કારખાનાતી ૩૬ મહિના બાદ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવશે. આના લોકાર્પણ માટે પણ તેઓ પોતે જ આવશે તેઓ દાવો કર્યો હતો. પોતાના સંબોધનમાં મોદીએ કોંગ્રેસ પર ઓછા અને પટનાયક પર અહીં વધારે પ્રહારો કર્યા હતા. મોદી ઓરિસ્સામાં ભાજપની વ્યુહરચના ઘડતા નજરે પડ્યા હતા. મોદીએ પોતાના સંબોધનમાં તેમની સરકારની વિકાસ યોજનાઓની વાત કરી હતી. સાથે સાથે ત્રિપલ તલાક અને આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરી હતી. મોદીએ સ્વચ્છતા મિશનના બહાને પટનાયક પર પ્રહારો કર્યા હતા. મોદીએ ઓરિસ્સામાં ૧૩ હજાર કરોડની વિકાસ યોજનાઓ શરૂ કરી હતી.
મોદીએ ઉમેર્યુ હતુ કે તેમની સરકાર ખેડુતો અને કૃષિ વ્યવસ્થા પર હજારો કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. આવતીકાલથી શરૂ થઇ રહેલી આયુષ્માન ભારત યોજનાની મોદીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ દાવો કર્યો હતો કે આના કારણે ૧૦ કરોડ લોકોને મફત સારવાર મળી શકશે.