ત્રણ વર્ષ પહેલા પતિ શહિદ થયા, નીરૂ સામ્બ્યાલ સેનામાં સામેલ થઈ

808

જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના બારી બ્રહ્માનામાં રહેતી નીરૂ સામ્બ્યાલ પતિની શહાદતને ભૂલીને સેનામાં સામેલ થઈ ગઈ છે. હાલમાં જ તેમને લેફ્ટનન્ટ તરીકે આર્મી જોઈન કર્યું છે. પતિ રાયફલમેન રવિંદર સામબ્યાલ ૨ મે, ૨૦૧૫નાં રોજ પોતાની રેજિમેન્ટની સાથે એક ડ્રિલ દરમિયાન શહીદ થઈ ગયા હતા.

કોલેજમાં દ્ગઝ્રઝ્રનું સી સર્ટિફિકેટ મેળવનાર નીરુને ૯ સપ્ટેમ્બરનાં રોજ આર્મી ઓર્ડિનેન્સ કોરમાં લેફટનન્ટ બનાવવામાં આવ્યાં. નીરૂએ ૨૦૧૭માં સેનાની પરીક્ષા આપી હતી અને ચેન્નાઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં એક વર્ષની કડક ટ્રેનિંગ પૂરી કરી હતી. નીરુ જણાવે છે કે, ૨ મે ૨૦૧૫નો દિવસ તેમજ જીવનનો ઘણો જ ખરાબ દિવસ હોત, જ્યારે તેને પોતાના પતિને ગુમાવ્યાં. પતિના નિધન બાદ તેનું જીવન દુષ્કર થઈ ગયું હતું. જો કે થોડાં જ સમયમાં તેને પોતાને સંભાળી હતી.

નીરુના જણાવ્યા મુજબ, તેની પુત્રી તેના માટે પ્રેરણા બની. જે બાદ નીરુએ સેનામાં સામેલ થવાનો નિર્ણય લીધો અને ઘણાં પ્રયાસ બાદ સફળતા મળી. નીરુ જણાવે છે કે તે રાજપૂત પરિવારથી છે, જ્યાં વિધવા મહિલાઓને સામાજિક બંધનોનો સામનો કરવો પડે છે.

નીરુના જણાવ્યા મુજબ, જ્યારે તેને પોતાની સાસુને આ અંગે વાત કરી તો તેઓ તેમની હિંમત બન્યાં. નીરુના ભાઈ વરિંદર સિંહ સલાથિયા સાંબા જિલ્લાના ગુરહા-સલાથિયા ગામમાં રહે છે અને એરફોર્સમાં છે. વરિંદર પોતાની બહેનનાં આ પગલાંને ઘણું જ હિંમતપૂર્વક ગણાવે છે.

Previous articleરાહુલ ગાંધી આપવામાં આવેલુ ભાષણ જ વાંચે છે : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
Next articleમાનસરોવર યાત્રા બાદ રાહુલ ગાંધી ચિત્રકૂટ જાય તેવી સંભાવના