વિધાનસભાની ચૂંટણી બનશે ઈકો ફ્રેન્ડલી, પ્રચારમાં આ વખતે નહિં થશે પ્લાસ્ટિકનો ઉપયોગ

644
gandhi2112017-5.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કાર્યમાં પ્લાસ્ટિકના ઉપયોગ ટાળવામાં આવે તેમ કરવા ચૂંટણીપંચ ભાર આપી રહ્યો છે. પ્લાસ્ટિકના કારણે સર્જાતાં પ્રદૂષણથી ચિતિંત ચૂંટણી પંચે વિશએ, તકેદારીના ભાગરૂપે પ્રચારકાર્યમાં પ્લાસ્ટિકની સામગ્રી જેવી કે  ખેસ અને ઝંડાની બનાવટમાં સૌથી વધુ હાનિકારક પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે. આવી પ્લાસ્ટિક પ્રચાર સામગ્રી ઝડપાશે તો ચૂંટણી પંચ ઉમેદવારને દંડ પણ ફટકારશે.
આગામી વિધાનસભા ચૂંટણીમાં મત આપવા જનારા મતદારને વધુ એક ફેરફાર પણ નજરે ચડશે. 
વિધાનસભા બેઠકદીઠ પાંચ મોડેલ મતદાન કેન્દ્ર, એક મહિલા મતદાન કેન્દ્ર અને ઇવીએમ મશીનમાં પક્ષના ચૂંટણી ચિહ્ન સાથે ઉમેદવારનો ફોટો પણ જોવા મળશે. ઉમેદવારનો ફોટો લોકસભા ચૂંટણી સમયે ચૂંટણી પંચ દ્વારા મૂકાયો હતો પણ વિધાનસભા ચૂંટણી માટે આ સુવિધા પ્રથમવાર ઉપલબ્ધ કરાવાશે.
કેટલીક જગ્યાએ મતદારો ઉમેદવારને યાદ રાખે છે પણ પક્ષ ચિહ્ન અને તે રીતે મત આપવાની પ્રક્રિયામાં ગૂંચવાડો અનુભવે છે તેવા મતદારો માટે ઉમેદવારનો ફોટો જોઇને મત આપવું સરળ બની રહેશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઇવીએમ મશીનમાં પક્ષ, પક્ષ ચિહ્ન અને ઉમેદવારનો ફોટો દર્શાવતાં ઇવીએમના કારણે અભણ મતદારો માટે સમતદાન વધું સરળ બની રહેશે. મતદારો માટે પોતે આપેલો મત કોને ગયો છે તે વિશે પ્રમાણ મળતાં સંતોષની અનુભૂતિ કરી સકશે.

Previous article દહેગામ માર્કેટમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂઃકતારો લાગી
Next article આંતર કોલેજ યોગ સ્પર્ધામાં યુનિ. ચેમ્પિયન થતી નંદકુંવરબા કોલેજ