કુંભારવાડામાંથી ૬ જુગારીઓ ઝડપાયા

870

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમએ પૂર્વ બાતમી આધારે શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ૬ પત્તા પ્રેમીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના વિવિધ વિસ્તારોમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે વેળાએ મળેલ ચોક્કસ બાતમી આધારે કુંભારવાડાના મોતીતળાવ રોડ રામ મઢી પાછળ શેરી નં.પમાં જાહેરમાં હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા હતા. જેમાં અફઝલ ઉર્ફે આદિલ અબ્બાસ વડોદરીયા, ચંદુ ઉર્ફે લાલો કાળુ મકવાણા, બશીર ઉર્ફે અઢી ઉસ્માન પઠાણ, બશીર ઉર્ફે લાલો ઉર્ફે બોકડો અલારખ મકવાણા, મુરાદ ઉર્ફે ભંગારી જોરાવર પઠાણ તથા પપ્પુ ઉર્ફે બાદશાહ હસન ગનેજા રે.તમામ કુ.વાડાવાળાને જુગારના પટમાં પડેલ રોકડા રૂા.૧૪,૬૬૦ તથા પાના પત્તાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleકોળી સમાજનો પસંદગી મેળો
Next articleઈકો ફ્રન્ડલી ગણપતિ મુર્તિની સ્થાપના